પ્રધાનમંત્રી આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે કરશે સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરશે. બ્લોક ચેઈન ટેક્નોલોજી થકી વર્ષ 2022 અને 2021નાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
પુરસ્કાર વિજેતાઓને પ્રમાણપત્ર આપવા માટે પહેલી વાર આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર નવીનતા, સામાજિક સેવા, શૈક્ષણિક યોગ્યતા, રમતગમત, કળા- સંસ્કૃતિ અને બહાદુરી જેવી 6 કેટેગરીમાં બાળકોને તેમની અસાધારણ ઉપલબ્ધિ માટે પીએમ.આર.બી.પી પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવે છે. આ વર્ષે બાળ શક્તિ પુરસ્કારની જુદી જુદી શ્રેણીઓમાં દેશભરમાંથી 29 બાળકોની પસંદગી કરવામાં આવી છે.
