દેશમાં આજે ઉજવાઈ રહ્યો છે રાષ્ટ્રીય બાલિકા દિવસ
Live TV
-
આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ છે. દર વર્ષે આ દિવસ 24 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય દેશની છોકરીઓને દરેક પ્રકારની સહાય અને તક પ્રદાન કરવી. આ ઉપરાંત, બાલિકાઓની હાજરી, તેમનું શિક્ષણ, આરોગ્ય અને પોષણ વગેરેનું મહત્વ અને જાગૃતિ વધે તે પણ અગત્યનું છે.
લિંગ ભેદભાવ એ એક મોટી સમસ્યા છે જેનો છોકરીઓ અથવા સ્ત્રીઓ તેમના જીવન દરમિયાન સામનો કરે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પ્રથમવાર 2008માં રાષ્ટ્રીય બાળ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્ય ધ્યાન કન્યાઓ પ્રત્યે સમાજના વલણને બદલવા, સ્ત્રી ભ્રૂણ હત્યામાં ઘટાડો અને ઘટતા લિંગ ગુણોત્તર વિશે જાગૃતિ લાવવા પર છે. સરકારે છોકરીઓની સ્થિતિ સુધારવા માટે વર્ષોથી ઘણાં પગલાં લીધાં છે અને અનેક અભિયાનો અને કાર્યક્રમો શરૂ કર્યા છે. આ સેવ ધ ગર્લ ચાઈલ્ડ, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, સીબીએસઈ ઉડાન યોજના, કોલેજો અને યુનિવર્સિટીઓમાં મહિલાઓ માટે આરક્ષણ અને માધ્યમિક શિક્ષણ માટે કન્યાઓને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય યોજના છે.
આજના દિવસે થઇ રહેલા આયોજનમાં પ્રતિસ્પર્ધામાં ભાગ લેનાર જૂથો દેશની મહિલા સ્વતંત્રતા સેનાનીઓ અથવા દેશવાસીઓ માટે આદર્શ મહિલાઓના નામ પર માર્ગ અને ચાર રસ્તાઓ પર લગભગ એક કિલોમીટર લાંબી રંગોળી બનાવશે. દેશભરમાં 50થી વધુ સ્થાનો પર રંગોળી બનાવવામાં આવી રહી છે. મંત્રાલયે કહ્યું છે કે આ આયોજન બાલિકા દિવસ અને આઝાદીના અમૃત મહોત્સવ મનાવવા માટેનો એક ઉત્તમ અવસર છે. આઝાદીનો અમૃત મહોત્સવ પ્રગતિશીલ ભારતના 75 વર્ષ તથા સંસ્કૃતિ અને ઉપ્લબધિના ગૌરવશાળી ઇતિહાસને મનાવવા માટેની કેન્દ્ર સરકારની એક પહેલ છે.
દેશની દીકરીઓ દરેકે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે ત્યારે તેના હક અને અધિકાર માટે સતત થઇ રહેલા વિભિન્ન પ્રયાસો થકી તેના આત્મવિશ્વાસમાં વધારો કરવાના આશય સાથે પ્રોત્સાહિત કરવા માટે આજના દિવસને મહત્વનો ગણવામાં આવે છે.
