Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આવતીકાલે મણિપુરમાં લગભગ 1,850 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 13 પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી આવતીકાલે મણિપુરમાં લગભગ 1,850 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 13 પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરશે અને ને 2,950 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી 9 પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓમાં સડક નિર્માણ, પીવાનું પાણી પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, સૂચના ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કલા અને સંસ્કૃતિ જેવી વિવિધ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

    પ્રધાનમંત્રી કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે દેશવ્યાપી પરિયોજનાઓને અનુરૂપ 1,700 કરોડ રૂપિયાથી વધુની કિંમતથી બનેલી પાંચ રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનાના નિર્માણની આધારશિલા મુકશે. કુલ 110 કિલોમીટરથી વધુ માર્ગોવાળા રાજમાર્ગો માટે આ ક્ષેત્રની સડકને સંપર્ક સુધારણા કરવાની દિશામાં એક મોટું પગલું લેશે. ઇન્ફાલથી  સિલચર માટે વર્ષભરની અવરોધ વિહોણી કનેક્ટિવિટી વધારવા માટે બરક નદી પર એનએચ-37 પર 75 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે, જે એક મહત્વપૂર્ણ સુવિધા હશે. કાર્યક્રમના સમયે સાંજે આ સ્ટીલ બ્રિજને ખુલ્લો મુકવામાં આવશે.

    પીએમ અંદાજિત 1,100 કરોડ રૂપિયાની કિંમતથી 2,387 મોબાઇલ ટાવર પણ મણિપુરના લોકોને સમર્પિત કરશે. આ રાજ્ય મોબાઇલ કનેક્ટિવિટીને વધુ આગળ ધપાવવાની દિશામાં એક મોટું પગલું લેશે.

    રાજ્યમાં પીવાના પાણીની ખપત પૂરી  કરવાની પરિયોજનાના ઉદ્દઘાટનથી દરેક ઘરને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની નેમને વધુ બળ મળશે. પ્રધાનમંત્રી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવનારી પરિયોજનાઓમાં 280 કરોડ રૂપિયાનથી બનનાર  'થૌબલ બહુઉદ્દેશ્યીય જળ સંચરણ પદ્ધતિ પરિયોજના', જે ઇન્ફાલ શહેરને પીવાના પાણીની આપૂર્તિ કરશે. 

    ત્રિપુરા યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મહારાજા વીર વિક્રમ વિમાન મથક (એમબીબી) ના નવા ટર્મિનલ ભવનનું ઉદ્દઘાટન કરશે અને પ્રધાનમંત્રી ગ્રામ સમૃદ્ધહિં યોજના અને વિદ્યાજ્યોત સ્કૂલ પરિયોજની શરૂઆત કરશે.

    450 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું મહારાજા વીર બિક્રમ વિમાન મથક આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ અમે નવીનતમ આઈટી નેટવર્ક સિસ્ટમ દ્વારા 30,000 વર્ગમીટરમાં  ફેલાયેલું એક અત્યાધુનિક ભવન છે. નવા ટર્મિનલ ભવનનો વિકાસ દેશભરના બધાં જ વિમાન મથકોમાં આધુનિક સુવિધાઓ પ્રદાન કરવામાં પ્રધાનમંત્રીની નવી પહેલને અનુરુપ એક પ્રયાસ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply