બંગાળના કોલકતાથી આસામના ગુવાહાટી સુધીના માલસામાન પરિવહનનો જળમાર્ગ કાર્યરત થશે
Live TV
-
બંગાળના કોલકતાથી આસામના ગુવાહાટી સુધીના માલ સામનના પરિવહનનો જળ માર્ગ ટૂંક સમયમાં કાર્યરત કરાશે. કેન્દ્રીય જળમાર્ગ વિભાગના મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું છે કે, હલદિયા આંતરરાજ્ય જળમાર્ગ ટર્મિનલ અને જેટી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.
આ જળમાર્ગ કાર્યરત થતા, ઈશાન ભારતથી વિદેશોમાં અને બીજા રાજ્યોમાં માલસામાનનું પરિવહન સરળતાથી અને વાજબી દરે કરી શકાશે.
સર્વાનંદ સોનોવાલે કોલકતા અને હલદિયા બંદર ખાતે વહાણવટ્ટા ઉદ્યોગ અને અન્ય લાગતા વળગતાઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં જાહેર ક્ષેત્રેની ખનીજ કંપનીઓ, ટાટા સ્ટીલ અને સેઈલ જેવી સ્ટીલ ક્ષેત્રની કંપનીઓ, ટર્મીનલ ઓપરેટરો અને અન્યોએ ભાગ લીધો હતો.સર્વાનંદ સોનોવાલે કોલકતા બંદરેથી દરિયાઈ અને નદીના પાણીનો ઉપયોગ કરતા રાષ્ટ્રીય જળમાર્ગ 1 અને 2નો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
