પ્રધાનમંત્રી કોચીના વેલિંગ્ટન દ્વીપમાં આયોજીત સમારોહમાં 4 હજાર કરોડ રૂપિયાથી વધુની ત્રણ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના કોચીમાં રોડ શો કર્યો. આ મહિનામાં બીજીવાર કેરળ પહોંચેલા પીએમ મોદી ફૂલોથી શણગારાયેલા ખુલ્લા વાહનમાં સવાર હતા. રોડ શો દરમિયાન હજારો સમર્થકો વચ્ચે પીએમ મોદીએ મહારાજો કૉલેજ મેદાનથી અનુકૂલતમના સરકારી ગેસ્ટ હાઉસ સુધી 1 કિલોમીટર સુધીનો રોડ શો કર્યો.
આજે સવારે પીએમ મોદી ત્રિસુર જિલ્લામાં ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ સવારે 10 કલાકે પ્રધાનમંત્રી ત્રિપ્રયાર શ્રી રામાસ્વામી મંદિરના પણ દર્શન કરશે. બપોરે 12 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોચીના વેલિંગ્ટન દ્વીપમાં આયોજીત એક સમારોહમાં 4 હજાર કરોડ રૂપિયાથી વધુની ત્રણ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે.
આ પરિયોજનાઓમાં 1800 કરોડ રૂપિયાનું નવું બંદર, 917 કરોડના ખર્ચે બનેલ કોચીન શિપયાર્ડનું આંતરરાષ્ટ્રીય જહાજ અને સમારકામ સુવિધા કેન્દ્ર પણ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુથુવીપિનમાં ઈન્ડિયન ઓઈલના અત્યાધુનિક એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી કોચીના મરીન ડ્રાઈવમાં ભાજપના શક્તિ કેન્દ્ર હોદ્દેદારોની બેઠકને પણ સંબોધિત કરશે.