આજે રામલલ્લાની મૂર્તિ મંદિર પરિસરમાં પ્રવેશ કરશે અને મૂર્તિને મંદિર પરિસરનું ભ્રમણ કરાવાશે
Live TV
-
અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વેની અનુષ્ઠાન વિધિ ચાલી રહી છે. જેનો આજે બીજો દિવસ છે. આજે રામલલ્લાની મૂર્તિ મંદિર પરિસરમાં પ્રવેશ કરશે અને મૂર્તિને મંદિર પરિસરનું ભ્રમણ કરાવાશે. જે બાદ મંદિર પરિસરમાં યજ્ઞમંડપમાં અનુષ્ઠાન થશે. ગઈકાલે પહેલા દિવસે પ્રાયશ્ચિત પૂજા દરમિયાન રામલલ્લાની માફી માંગવામા આવી. આ ક્ષમાં મૂર્તિના નિર્માણ દરમિયાન હથોડી, છીણી અથવા અન્ય સાધનોથી થતી પીડાના કારણે માંગવામાં આવી.
જે બાદ કર્મકુટી પૂજા કરાઈ. આ પૂજન બાદ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલા કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે મૂર્તિના નિર્માણ સ્થળની પૂજા કરાઈ. મૂર્તિનું શુદ્ધિકરણ કરતાં તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે. જે 22 જાન્યુઆરીએ ખોલવામાં આવશે. બનાવાયેલી પ્રતિમામાં રામલલ્લાને 5 વર્ષના બાળકના રૂપમાં દર્શાવાયા છે. આ મૂર્તિનું વજન 150થી 200 કિલોની વચ્ચે છે. આવતીકાલે 18 તારીખે ગર્ભગૃહમાં મૂર્તિને બિરાજમાન કરાશે.