કેન્દ્રીય ગૃહ મંત્રી આજે વર્લ્ડ ટ્રેડ સેન્ટર નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રજિસ્ટ્રાર સહકારી મંડળીઓના કાર્યાલયના નવા મકાનનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે વર્લ્ડ ટ્રેડ સેન્ટર, નરોજી નગર, નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓના કાર્યાલયના નવા મકાનનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રાલયની રચના થઈ ત્યારથી, સહકારી મંડળીઓના કેન્દ્રીય રજિસ્ટ્રારની કચેરીને મજબૂત કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. જેમાં બહુ-રાજ્ય સહકારી મંડળીઓ અધિનિયમ, 2002 અને નિયમોમાં સુધારો, કેન્દ્રીય રજિસ્ટ્રાર કચેરીના 'ડિજિટલ પોર્ટલ'ની શરૂઆત, બહુ-રાજ્ય સહકારી મંડળીઓમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવા માટે 'સહકારી ચૂંટણી સત્તામંડળ'ની રચનાનો સમાવેશ થાય છે.
દેશમાં કુલ 1625 બહુ-રાજ્ય સહકારી મંડળીઓ નોંધાયેલી છે અને તેમની સાથે કરોડો સભ્યો સંકળાયેલા છે. સેન્ટ્રલ રજિસ્ટ્રારની ઓફિસમાં અધિકારીઓ અને કર્મચારીઓને બેસવાની પર્યાપ્ત જગ્યા મળી રહે તે માટે નવી બિલ્ડીંગ બનાવવામાં આવી છે.નવી બિલ્ડીંગ સેન્ટ્રલ રજિસ્ટ્રારની ઓફિસની સુચારૂ કામગીરીમાં મદદરૂપ થશે.