Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળને 4000 કરોડ રૂપિયાથી વધુની 3 પરિયોજનાની આપી ભેટ

Live TV

X
  • પીએમએ કહ્યું હતું કે' "મોદીની ગેરંટી, દરેક ગેરંટીને પૂર્ણ કરવાની ગેરંટી" એ વાતને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી જરૂરી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળને 4000 કરોડ રૂપિયાથી વધુની 3 પરિયોજનાની ભેટ આપી હતી. પ્રધાનમંત્રીએ પુથુવાઈપીનમાં ઈન્ડિયન ઓઈલના અત્યાધુનિક એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્દઘાટન પણ કર્યું હતું.

    પ્રધાનમંત્રીએ કેરળના કોચીમાં ભાજપના શક્તિ કેન્દ્ર પ્રભારી સંમેલનને સંબોધન કર્યું હતું. સંમેલનમાં પીએમએ કહ્યું કે; કેરળના લોકોના પ્રેમ અને સ્નેહથી તેઓ હંમેશા અભિભૂત થયા છે. કેરળના કાર્યકર્તાઓનો પરિશ્રમ સંતોષકારક છે. ભાજપ ગરીબ કલ્યાણને પ્રાથમિકતા આપે છે અને સરકારની યોજનાઓથી ગરીબોનું જીવન સરળ બન્યું છે.

    વધુમાં પીએમએ જણાવ્યું કે; છેલ્લા 9 વર્ષોમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે જે એક મોટી ઉપલબ્ધિ છે. પીએમએ કહ્યું હતું કે' "મોદીની ગેરંટી, દરેક ગેરંટીને પૂર્ણ કરવાની ગેરંટી" એ વાતને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી જરૂરી છે.

    આ પહેલાં પીએમ મોદીએ સવારે ગુરુવયૂર મંદિર અને ત્રિપ્રયાર શ્રી રામાસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કર્યા હતાં અને મંદિરમાં ભજન તેમજ અધ્યાત્મ રામાયણનો પાઠ સાંભળ્યો.

    પીએમના કેરળ પ્રવાસ દરમિયાન ત્રિપ્રયારમાં પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રોડ-શો દરમિયાન લોકોએ પીએમના કાફલા ઉપર પુષ્પવર્ષા કરી હતી અને પીએમએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply