પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગાલુરુમાં ભારત ઊર્જા સપ્તાહનુ કર્યું ઉદ્દઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના બેંગલુરૂમાં ભારત ઊર્જા સપ્તાહ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન ચાલનારા ઊર્જા સપ્તાહમાં વિશ્વભરમાંથી 30 થી વધુ ઉર્જા મંત્રીઓ અને હજારો પ્રતિનિધીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન ડિજીટલ એક્સપીરીયન્સ સેન્ટરનું પણ અવલોકન કર્યું હતું.. આ સપ્તાહનો મુખ્ય હેતુ ઊર્જાક્ષેત્રે ભારતની ક્ષમતાઓનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કરવાનો છે.. આ સાથે જ પ્રધાનમંત્રીએ ગ્રીન એન્જિનને પ્રોત્સાહન આપનારી કેટલીક યોજનાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો. તેમજ 11 રાજ્યોમાં ઇથેનોલ મિશ્રણ ધરાવતા ઇ - ટ્વેન્ટિ ઇંધણના વિતરણની પણ શરૂઆત કરાવી.. તેમણે ઇન્ડિયન ઓઇલના ઇન્ડોર સોલર કુકિંગ સિસ્ટમ- ટ્વિન - કુકટોપનું પણ લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત તેમણે ગ્રીન મોબીલીટી રેલીને પણ લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ રેલીમાં હરિત ઉર્જાથી ચાલતા વાહનો ભાગ લઈને હરિત ઉર્જા વિશે જાગૃતિ ફેલાવશે. ઉદ્ઘાટન સમારંભને સંબોધતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના લોકોની આકાંક્ષાઓ પુરી કરવા માટે ઉર્જાક્ષેત્રનું ખૂબ જ મહત્વ છે... ઉર્જાક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ માટે ભારતમાં મોટી તકો રહેલી છે.
