પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના પાકુડમાં બનેલી બસ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો, પીડિતો માટે PMNRF માંથી આર્થિક સહાય મંજૂર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના પાકુડમાં બનેલી બસ દુર્ઘટનામાં થયેલા લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી. આ અકસ્માતમાં જેમણે જીવ ગુમાવ્યા એ દરેક વ્યક્તિના નજીકના પરિજન માટે પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. જ્યારે ઘાયલોને રૂ. 50000 આપવામાં આવશે એમ પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું. શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં PMO એ કહ્યું; “હું ઝારખંડના પાકુડમાં બનેલી બસ દુર્ઘટનાથી દુઃખી છું. આ દુઃખદ ક્ષણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરૂં છું. “પ્રત્યેક પીડિતને પીએમએનઆરએફમાંથી આર્થિક સહાય રૂ. 2 લાખ આપવામાં આવશે.”
