Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Live TV

X
  • ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમ્યાન ફિરોજપુરની રેલીમાં જતી વખતે રસ્તા પર કાફલાના રોકવા અંગે સુરક્ષામાં થયેલી ચૂક અંગે આવતીકાલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થશે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે પ્રધાનમંત્રી એક રેલીમાં હાજરી આપવા માટે બઠીંડા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ફ્લાય ઓવર ઉપર કેટલાક લોકોએ તેમના કાફલાને રોક્યો હતો. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોજપુરની રેલીને સુરક્ષામાં ક્ષતિને કારણે રદ કરાઇ હતી. 

    આ બનાવ અંગે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે વિસ્તૃત રીપોર્ટ માગ્યો છે. મંત્રાલયે આ ક્ષતિની જવાબદારી નક્કી કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા પણ કહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રીના પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં આ પ્રકારની બેદરકારી અસ્વીકાર્ય છે. ત્યાર બાદ હવે આવાતીકાલે સુપ્રિમ કોર્ટમાં આ ઘટના અંગે સુનાવણી કરવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે, પંજાબ રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરિય તપાસ કમિટીની રચના કરી છે. આ કમિટી 3 દિવસમાં પોતોના રિપોર્ટ આપવાની સંભાવના છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply