મણિપુર વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્ય ચૂંટણી કમિશનરે સમીક્ષા બેઠક યોજી
Live TV
-
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા સાથે ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને અનુપમચંદ્ર પાંડેએ મણિપુરમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રાજનીતિક દળોએ સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા ઉમેદવારો દ્વારા કરાતા ચૂંટણી ખર્ચ પર કડક નજર રાખવા અનુરોધ કર્યો છે.
ચૂંટણીપંચે પ્રતિનિધીઓને આશ્વાસન આપ્યું હતું કે તે રાજ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ, સહભાગી, પ્રલોભન મુક્ત અને કોવીડ સુરક્ષિત ચૂંટણી યોજવા પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મણિપુર રાજ્યની વિધાનસભાની ચૂંટણી છે જે માર્ચ મહિનામાં યોજાવાની સંભાવના છે.
