ભારતમાં 24 કલાકમાં કોરોનાના 90,928 નવા કેસ નોંધાયા, 325 દર્દીના મૃત્યુ
Live TV
-
આરોગ્ય મંત્રાલય જાહેર કરેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 90,928 દર્દીઓ નોંધાયા છે જ્યારે 19,206 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 325 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. આ સાથે કોરોનાના નવા ઓમિક્રોન વેરિયેન્ટની ભારતમાં સ્થિતિના આંકડા જોઈએ તો ભારતમાં ઓમિક્રોનના કુલ 2,630 કેસ નોંધાઈ ચુક્યા છે. હાલ દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 2,85,401પર પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,13,030 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાંથી 90,928 કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 68.53 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે.
દેશમાં કોરોના રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 91,25,099 રસીના ડોઝ અપાયા હતા. ત્યારે અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 148.67 કરોડથી વધારે ડોઝ અપાયાઈ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,43,41,009 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.
