પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના PM શેખ હસીના સાથે કરી વાતચીત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે વાતચીત કરી હતી. તેમણે શેખ હસીના અને મિત્ર દેશ બાંગ્લાદેશને સુખી અને સમૃદ્ધ ઇદ ઉલ ફિત્રની શુભકામનાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે, પ્રધાનમંત્રીએ ટ્વીટર પર લખ્યું હતું કે, પ્રધાનમંત્રી શેખ હસીનાની સાથે કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને અમ્ફાન તોફાનના પ્રભાવની ચર્ચા કરી. તેમણે આ પડકારજનક સમયમાં બાંગ્લાદેશને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી.
