સ્થાનિક હવાઇ સેવા શરૂ થયાંના પ્રથમ દિવસે 532 વિમાનોએ ઉડાન ભરી
Live TV
-
લગભગ બે મહિનાથી બંધ સ્થાનિક હવાઈ સેવા ગઈકાલથી ફરી શરૂ થઈ હતી. સામાજીક અંતર સાથે તમામ દિશા-નિર્દેશો વચ્ચે મુસાફરોએ પોતાના ગંતવ્ય સ્થાન માટે ઉડાન ભરી હતી. પ્રથમ દિવસે 532 વિમાનોએ ઉડાન ભરી હતી. રાજધાની દિલ્હીમાં ગઈકાલે સવારે પોણા પાંચ વાગ્યે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રથમ ઘરેલુ વિમાને ઉડાન ભરી હતી. પશ્ચિમ બંગાળ 28 મેથી જ્યારે આંધ્રપ્રદેશ આજથી ફરી ઘરેલુ વિમાન સેવાનું પરિચાલન શરૂ કરશે.
મુંબઈમાં સાત વિમાન કંપનીઓએ 14 સ્થળો માટે 47 ઉડાનોનું પરિચાલન કર્યું હતું. આ ઉડાનોમાં લગભગ ચાર હજાર 852 લોકોએ મુસાફરી કરી હતી. સૌથી વધુ દિલ્હી-મુંબઈ માર્ગ ઉપર લોકોએ યાત્રા કરી હતી. તમામ યાત્રિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનો પરામર્શ કરવામાં આવી રહ્યો છે.
