Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ યુએઈના ક્રાઉન પ્રીન્સ મોહમ્મદ બિન જાયેદ તથા નાગરિકોને પાઠવી ઈદની શુભેચ્છા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઈના ક્રાઉન પ્રીન્સ મોહમ્મદ બિન જાયેદ અને યુએઈના લોકોને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી હતી. કોવિડ-19 દરમિયાન યુએઈમાં ભારતીય નાગરિકોને સહયોગ આપવા બદલ પ્રધાનમંત્રીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના એક ટ્વિટ સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ની પડકારજનક પરિસ્થિતિમાં ભારત-યુએઈ સહયોગ વધુ મજબુત બનશે.

    તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે વાત-ચીત થઈ હતી. પીએમ મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. બંને નેતાઓએ મહાચક્રવાત અમ્ફનથી બંને દેશોમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરી હતી. સાથે જ બંને નેતાઓએ કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઈમાં યથાવત્ સહયોગની સાથે મહામારીની તાજા પરિસ્થિતિ અંગે પણ વિચાર-વિમર્શ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશને પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારત તરફથી સહયોગની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply