પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ યુનિવર્સિટીનો કર્યો શિલાન્યાસ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. આ યુનિવર્સિટી મેરઠના સરઘનાનગરના સલાવા અને કૈલી ગામોમાં અંદાજે 700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. આ રમતગમત યુનિવર્સિટી સિન્થેટિક હોકી મેદાન, ફૂટબોલ મેદાન, બાસ્કેટ બોલ મેદાન, સહિત આધુનિક અને અદ્યતન રમત-ગમત સુવિધાથી સજ્જ હશે. યુનિવર્સિટીમાં શૂટિંગ, સ્કવોશ, જિમ્નેસ્ટિક, વેઈટ લિફ્ટીંગ, તિરંદાજી સહિતની અન્ય સુવિધાઓ પણ હશે. આ યુનિવર્સિટીમાં 540 મહિલા અને 540 પુરુષ ખેલાડીઓ સહિત 1080 ખેલાડીઓને તાલીમ આપવાની ક્ષમતા રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરઠની યાત્રા દરમિયાન રાજકીય સંગ્રામ સંગ્રહાલયની મુલાકાત લીધી અને શહીદ સ્મારક અમર જવાન જયંતિ સ્થળ પર પુષ્પાજંલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ ઔગઢનાથ મંદિર જે કાલી પલટનના નામથી જાણીતું છે ત્યાં પૂજા અર્ચના પણ કરી હતી. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અનુસાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ મેરઠમાં જનસભાને સંબોધતા જણાવ્યુ હતું કે, મેરઠ આપણી સંસ્કૃતિનું કેન્દ્ર છે અને મેજર ધ્યાનચંદ વિશ્વવિદ્યાલય થકી યુવાઓ દેશનું નામ રોશન કરશે.
