આરોગ્ય સેવા મજબૂત બનાવવા, મેકશીફ્ટ હોસ્પિટલોની વ્યવસ્થા કરવા રાજ્ય સરકારોને આદેશ
Live TV
-
કેન્દ્ર સરકારે કોવિડના વધતા જતાં કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવા મજબૂત બનાવવા, જરૂર જણાય ત્યાં મેકશીફ્ટ હોસ્પિટલોની વ્યવસ્થા કરવા રાજ્ય સરકારોને જણાવ્યું છે. કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બધા જ રાજ્યોના અગ્રસચિવો અને આરોગ્ય સચિવોને પત્ર લખીને આ સૂચના આપી છે.
આ હેતુથી DRDO, CISR, ખાનગી હોસ્પિટલો કે વેપાર- ઉદ્યોગ ગૃહોની પણ મદદ લઈ શકાશે. એવી જ રીતે કોવિડના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હોટેલોમાં રૂમ અથવા ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલનો દરજ્જો હંગામી ધોરણે આપવા વિચારણા કરવાની સૂચના પણ અપાઈ છે.
રાજેશ ભૂષણે અસરકારક વ્યવસ્થા ગોઠવવા માટે જિલ્લા કક્ષાએ નિયંત્રણ કક્ષો શરૂ કરવાના નિર્દેશ પણ રાજ્ય સરકારોને આપ્યા હતા. કેન્દ્ર સરકારે કોવિડના પરિક્ષણો, એમ્બ્યુલન્સની તથા હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા સુનિશ્ચિત કરતી વ્યવસ્થા ગોઠવવાતા નિર્દેશ પણ આપ્યા છે.
