સમગ્ર દેશમાં 100 દિવસ માટેના પઢે ભારત–વાચન અભિયાનનો થયો આરંભ
Live TV
-
સમગ્ર દેશમાં 100 દિવસ માટેના પઢે ભારત – વાચન અભિયાનનો આરંભ થયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અભિયાનનો આરંભ કરાવતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અંતર્ગત આ અભિયાન શરૂ કરાયું છે.
બાળકોથી વડીલો સુધીના બધા જ વર્ગના વાચકોને તેમની માતૃભાષા પ્રાદેશિક ભાષાઓમાં શ્રેષ્ઠ વાચન સામગ્રી મળી રહે તથા વાચનની પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન હાથ ધરાયું છે. પ્રધાને જણાવ્યુ હતું કે, ભાષાનું જ્ઞાન તથા સામાજીક વૈચારિક કૌશલ્ય વધારવા માટે વાચન શ્રેષ્ઠ સાધન છે. તેમણે દરેક નાગરિક ખાસ કરીને યુવાનોને વાચનની ટેવ કેળવવા અનુરોધ કર્યો હતો.
