પ્રધાનમંત્રી આજે મેરઠમાં મેજર ધ્યાનચંદ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેરઠ જશે, અને મેજર ધ્યાનચંદ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. આ યુનિવર્સિટી મેરઠના સરગણા કસબાના સલાવા અને કેલિકામાં સ્થાપિત કરવામાં આવશે. જે લગભગ 700 કરોડના ખર્ચે તૈયાર થશે. દેશના તમામ પ્રદેશોમાં રમત-ગમતનું પાયાનું માળખુ તૈયાર કરવા માટે અને રમત ગમત સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે પ્રધાનમંત્રીએ વિશેષ રૂપે ધ્યાન આપ્યું છે. મેજર ધ્યાનચંદ યુનિવર્સિટીની સ્થાપના આ કલ્પનાને સાકાર કરવાની દિશામાં, મોટુ પગલું છે. આ રમત-ગમત યુનિવર્સિટી Synthetic હોકી, ફુટબોલ, બાસ્કેટ બોલ, વોલી બોલ, હેન્ડ બોલ, કબડ્ડી, લોન ટેનિસ કોર્ટ, જીમનેશિયમ હોલ, સિન્થેટીક રનિંગ સ્ટેડિયમ, બહુ ઉદેશિય હોલ, અને સાયકલીંગ ડ્રોમ સહિત આધુનિક માળખાની સુવિધા યુક્ત બનશે.
આ રમતો ઉપરાંત, શુટિંગ,વેઇટ લિફટીંગ, તિરંદાજી નો સમાવેશ થશે. આ યુનિવર્સિટીમાં સમાન સંખ્યામાં મહિલા અને પુરુષ ખેલાડીઓ સહિત 1080 રમત ગમત પ્રતિભાને પ્રશિક્ષિત કરવાની ક્ષમતા રહેશે.
