Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ માતા વૈષ્ણો દેવી ભવનમાં બનેલ ઘટનાનાં પીડિતોને સહાયની કરી જાહેરાત

Live TV

X
  • જમ્મુ કશ્મીરમાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં આજે સવારે મોટી દુર્ઘટના બની હતી. માતા વૈષ્ણોદેવી મંદિરમાં અચાનક થયેલી નાસભાગમાં 12 શ્રદ્ધાળુઓનાં મૃત્યુ અને 13 ઘાયલ થયા હતા. પોલિસ સહિત સુરક્ષાદળ ઘટનાસ્થળે હાજર છે અને બચાવકાર્ય જારી છે. નવા વર્ષના અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન માટે ગયા હતા. આ દરમિયાન નાસભાગ મચી હતી. અત્યારે વહીવટીતંત્રએ હાલ પૂરતી યાત્રા રોકી દીધી છે. 

    આ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ માતા વૈષ્ણોદેવી મંદિરમાં થયેલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અને ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય પૂરી પાડવા સૂચનાઓ જારી કરી છે. તેમણે પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાને મંજૂરી આપી છે. મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી રૂપિયા બે લાખની સહાય અને ઘાયલોને રૂપિયા 50,000 ની સહાય આપવાની જાહેરાત કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply