પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પર ઉમેદવારી ફોર્મ ભર્યું
Live TV
-
ભાજપના દિગ્ગજ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજ વખત વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે.
ભાજપના દિગ્ગજ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજ વખત વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરતા પહેલા વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી કરી હતી. તેમજ પૂજા અર્ચના પણ કરી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કાશીમાં કાલ ભૈરવ મંદિરમાં દર્શન કરીને પૂજા-આરતી કરી હતી.
ત્યાર બાદ નરેન્દ્ર મોદી વારાણસી કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં ઉમેદવારી ફોર્મ ભરીને લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત નરેન્દ્ર મોદીના ટેકેદાર પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વારાણસી લોકસભા સીટ પર ચૂંટણીના અંતિમ એટલે કે, 7મા તબક્કામાં 1 જૂનના રોજ મતદાન થનાર છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરીને પુરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે.
