મુંબઇના ઘાટકોપરમાં વિશાળ હોર્ડિગ પડવાને કારણે 14 લોકોના મોત, 71 લોકો ઘાયલ
Live TV
-
સોમવારે સાંજે ભારે વંટોળના કારણે મુંબઇના ઘાટકોપરમાં એક વિશાળ હોર્ડિગ પડવાને કારણે 14 લોકોના મોત થયા છે.
સોમવારે સાંજે ભારે વંટોળના કારણે મુંબઇના ઘાટકોપરમાં એક વિશાળ હોર્ડિગ પડવાને કારણે 14 લોકોના મોત થયા છે. તો 31 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જયારે 40 ઇજાગ્રસ્તોની સારવાર હજી ચાલી રહી છે. ઘટના બાદ ફાયર દ્વારા રેસ્કયૂ આપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. નગર નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હોર્ડિગ લગાવવા માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. બીએમસીએ હોર્ડિગ લગાવનારી કંપનીને નોટિસ પાઠવી છે. તેમજ પોલીસે હોર્ડિંગના માલિક ભાવેશ ભીંડે સામે આઇપીસીની કલમ 304, 338, 337 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
