Skip to main content
Settings Settings for Dark

ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર કરી ગંગા આરતી

Live TV

X
  • ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરતા પહેલા વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી કરી હતી.

    ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરતા પહેલા વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી કરી હતી.  તેમજ પૂજા અર્ચના પણ કરી હતી. ગંગા આરતી બાદ નરેન્દ્ર મોદીએ ક્રૂઝમાં પણ સવારી કરી હતી. નરેન્દ્ર મોદી કાશીમાં કાલ ભૈરવ મંદિરમાં દર્શન કરશે.

    તેઓ કાશીના કોટવાલ કાલ ભૈરવની પૂજા કરીને ઉમેદવારી પત્ર ભરવા જશે. નરેન્દ્ર મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ એનડીએના ઘટક દળોના અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહ તેમજ રાજનાથ સિંહ પણ ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉપસ્થિત રહેશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેઓ  9 વાગ્યે કાશીના દશમેશ ઘાટ ઉપર પૂજા કરે તેવી પણ શકયતા છે.

    ઉલ્લેખનીય છે કે, વારાણસી લોકસભા સીટ પર ચૂંટણીના અંતિમ એટલે કે, 7મા તબક્કામાં 1 જૂનના રોજ મતદાન થનાર છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરીને પુરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply