આજે ઇન્ડિ ગઠબંધનનો પ્રચાર પૂરજોશમાં, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતા સંબોધશે સભાઓ
Live TV
-
ઉત્તર પ્રદેશના ઝાંસી -લલિતપુરમાં આજે ઇન્ડિ ગઠબંધનનો પ્રચાર પૂરજોશમાં થશે. અહીં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ ઉમેદવાર પ્રદીપ જૈન માટે ચૂંટણી પ્રચાર રેલી કરશે.
ઉત્તર પ્રદેશના ઝાંસી -લલિતપુરમાં આજે ઇન્ડિ ગઠબંધનનો પ્રચાર પૂરજોશમાં થશે. અહીં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ ઉમેદવાર પ્રદીપ જૈન માટે ચૂંટણી પ્રચાર રેલી કરશે. તો બસપા નેતા માયાવતી પણ ઉમેદવાર રવિ પ્રકાશ કુશવાહા માટે ચૂંટણીસભાને સંબોધન કરશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશના ગોરખપુરના બાંસગાવમાં જનસભાને સંબોધશે. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના ઉમેદવાર શદલ પ્રસાદના સમર્થનમાં સભા કરીને તેમના માટે વોટ માંગશે. અહીં ભાજપના કમલેશ પાસવાન તેમજ બસપાના ઉમેદવાર ડો. રામ સમુજ તેમજ કોંગ્રેસના શદર પ્રસાદ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે.
