Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે.પી નડ્ડા સહિતના BJPના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર રેલીઓ સંબોધશે

Live TV

X
  • ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભર્યા બાદ ઝારખંડના કોડરમામાં જનસભાને સંબોધશે.

    ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભર્યા બાદ ઝારખંડના કોડરમામાં જનસભાને સંબોધશે. ભાજપની પરંપરાગત મનાતી આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અન્નપૂર્ણા દેવી તથા ગઠબંધનના ઉમેદવાર વિનોદ કુમાર સિંગ વચ્ચે મુકાબલો છે.  

    લોકસભા ચૂંટણીના આગામી  તબક્કા માટે ભાજપના નેતાઓએ પૂરજોશમાં પ્રચારમાં ઝંપલાવ્યું છે. આજે  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અમેઠીમાં વિશાળ જનસભાને સંબોધશે. નોંધનીય છે કે, અમેઠીમાં ભાજપના મહિલા ઉમેદવાર સ્મૃતિ ઇરાની તેમજ કોંગ્રેસના કિશોરીલાલ વચ્ચે મજબૂત મુકાબલો છે. તો ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ મતક્ષેત્રમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જનસભાને સંબોધશે. 

    ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ પશ્ચિમ બંગાળના બનગાંવ અને ઉલુ-બેરિયામાં ચૂંટણી પ્રચાર કરશે. અમિત શાહ બનગાંવમાં ભાજપના સાંસદ અને ઉમેદવાર શાંતનુ માટે ચૂંટણી પ્રચાર કરશે. અહીં ભાજપના ઉમેદવારનો મુકાબલો TMCના વિશ્વજીત દાસ સામે છે. તો ઉલુ-બેરિયામાં અમિત શાહ ભાજપના અરૂણદયાલ ચૌધરી માટે પ્રચાર કરશે. અહીં TMCના ઉમેદવાર સજદા અહેમદ સામે ચૂટણીજંગ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply