પશ્ચિમ બંગાળઃ સંદેશખાલીની મહિલાઓએ ટીએમસી અને પોલીસની સાંઠગાંઠ પર સવાલ ઉઠાવ્યા
Live TV
-
પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ફરી એક વાર ચર્ચામાં છે. અહીં મહિલાઓએ ટીએમસી તેમજ પોલીસની સાંઠગાંઠ સામે મોર્ચો માંડતા રસ્તા પર ઉતરી આવી છે.
પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ફરી એક વાર ચર્ચામાં છે. અહીં મહિલાઓએ ટીએમસી તેમજ પોલીસની સાંઠગાંઠ સામે મોર્ચો માંડતા રસ્તા પર ઉતરી આવી છે. ઘટના એવી છે કે, ટીએમસી દ્વારા ભાજપ નેતાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. સંદેશખાલીની મહિલાઓએ આ વીડિયોને ખોટો ગણાવતા કહ્યું કે, તૃણમમૂલ કોંગ્રેસ અહીં ભાજપના નેતાઓને ફસાવાવનું ષડયંત્ર રચી રહી છે.
મહિલાઓએ ટીએમસી કાર્યકર્તા પર હુમલો કરતા ખોટા વીડિયો બનાવવાના આક્ષેપ પણ કર્યા હતા. પોલીસે આ દરમિયાન કેટલીક મહિલાઓની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે સંદેશખાલીની મહિલાઓ રસ્તા પર ઉતરી છે . દરમિયાન સ્થાનિક ભાજપ નેતાનો જે વીડિયો બનાવવામાં આવ્યો છે તેમણે ન્યાય માટે કોલકાત્તા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
