પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો - કહ્યું, લોકોને સ્વાસ્થ્ય અને પોષણની ગેરંટી આપવાનો સરકારનો સંકલ્પ
Live TV
-
આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.તેમણે કહ્યું હતું કે, સરકાર પારદર્શક અને કાર્યક્ષમ વહીવટ દ્વારા ગરીબી નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડથી વધુ લોકોને કાયમી મકાનો આપવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ બે મહિના પૂર્ણ કર્યા છે અને સરકારનો ઉદ્દેશ્ય આ યાત્રા દ્વારા દરેક નાગરિકને કલ્યાણકારી યોજનાઓથી વાકેફ કરવાનો છે. તેમણે કહ્યું હતું કે, આ યાત્રા આવતા મહિને પણ ચાલુ રહેશે કારણ કે તેને દેશભરના લોકોનો વ્યાપક સમર્થન મળી રહ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક જન આંદોલન બની ગઈ છે અને અત્યાર સુધીમાં 15 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની 70 થી 80 ટકા પંચાયતો આ યાત્રાના દાયરામાં આવી ગઈ છે.