પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગલુરુમાં અત્યાધુનિક બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર કેમ્પસનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બેંગલુરુમાં અત્યાધુનિક બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. 1,600 કરોડના ખર્ચે 43 એકરમાં બનેલા બોઈંગ ઈન્ડિયા કેમ્પસને અમેરિકા બહારનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે.
આ કેન્દ્ર ઉડ્ડયન ક્ષેત્ર અને સંરક્ષણ ઉદ્યોગ માટે આગામી પેઢીના ઉત્પાદનો અને સેવાઓ વિકસાવવામાં મદદ કરશે.
ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી બોઇંગ સુકન્યા કાર્યક્રમનું પણ લોકાર્પણ કરશે. આનાથી છોકરીઓને દેશના વિકસતા ઉડ્ડયન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મદદ મળશે.
આ કાર્યક્રમ દેશભરની છોકરીઓ અને મહિલાઓને STEM – વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં જટિલ કૌશલ્યો શીખવાની તકો પ્રદાન કરશે. ઉડ્ડયન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે દેશમાં આવી 150 STEM પ્રયોગશાળાઓ ખોલવામાં આવશે. આ અંતર્ગત પાઇલટ તરીકે તાલીમ લેવા ઇચ્છતી મહિલાઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે.