પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15-18 વયજૂથના 2 કરોડ બાળકોના રસીકરણની કરી પ્રશંસા
Live TV
-
દેશમાં તાજેતરમાં જ શરુ થયેલા 15 થી 18 વર્ષની વય ધરાવતા કિશોરોના રસીકરણ અભિયાનમાં પ્રથમ ડોઝના રસીકરણનો આંકડો 2 કરોડને પર કરી ચૂક્યું છે. ખૂબ જ ઓછા સમયમાં મેળવેલ આ સિદ્ધિ બાબતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ એક ટ્વિટ કર્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રીની આ ટ્વિટને ટાંકીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "ઉત્તમ! શાબાશ મારા યુવાન મિત્રો" તેમ કહી, દરેકને રસીકરણની આ ગતિ જાળવી રાખવા વિનંતી કરી હતી. આ ઉપરાંત દરેક માણસને કોવિડ-19 સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવા તેમજ રસીકરણ બાકી હોય તો રસીકરણ કરાવવા વધુમાં જણાવ્યું હતું.
