Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી પંચ દ્વારા દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરાઈ

Live TV

X
  • ભારતના ચૂંટણી પંચ દ્વારા આજ તારીખ 8 મી ડિસેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન ભવનમાં યોજાયેલ આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ દ્વારા ગોવા, પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીનું મતદાન ઉત્તરપ્રદેશમાં 7 તબક્કામાં, ઉત્તરાખંડમાં 1 તબક્કામાં, પંજાબમાં 1 તબક્કામાં, ગોવામાં 1 તબક્કામાં અને મણિપુરમાં 2 તબક્કામાં યોજાશે. ચૂંટણીની શરૂઆત અને પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી થશે, જ્યારે 7 માં અને છેલ્લા તબક્કાનું મતદાન 7 માર્ચના રોજ ઉત્તરપ્રદેશમાં થશે. ત્યારબાદ તમામ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો એકસાથે જ 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.
    ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં અવાયું હતું કે, કોરોના મહામારીની આ સ્થિતિ વચ્ચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોવિડ - 19 પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. 15 જાન્યુઆરી સુધી કોઈપણને રોડ શો, રેલી, પદયાત્રા, સાઇકલ અને સ્કૂટલ રેલી માટે મંજૂરી નહીં આપવામાં આવે. ચૂંટણીનો પ્રચાર પ્રસાર માત્ર વર્ચ્યુઅલ રેલી મારફત જ કરવાની મંજૂરી આપવામાં આવશે. ચૂંટણીમાં જીત થયા બાદ પણ વિજય જુલૂસ કાઢી શકાશે નહીં, તેમ વધુમાં જણાવવામાં અવાયું હતું.
    મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, ભારતના આ 5 રાજ્યની કુલ 690 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 રાજ્યના મળીને અંદાજિત 18.34 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કોરોના મહામારી વચ્ચે પણ ચૂંટણી યોજવા માટે નવા પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે. તમામ ચૂંટણી કર્મચારીઓને કોરોના વેક્સિનનો બન્ને ડોઝ ફરજીયાત લગાવવામાં આવશે.
    ઉલ્લેખનીય છે કે, કોરોના દરમિયાન ચૂંટણી પડકારજનક હોવાથી, ચૂંટણી દરમિયાન નવા કોવિડ પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે. કોરોના સંક્રમિત પણ મતદાન કરી શકે તે માટે દર્દીઓને પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે. આ ચૂંટણી દરમિયાન 16 ટકા પોલિંગ બૂથ વધારવામાં આવશે, તેમજ 2.15 લાખથી પણ વધારે પોલિંગ સ્ટેશન બનાવવામાં આવશે. એક પોલિંગ સ્ટેશન પર મેક્સિમમ વોટર્સની સંખ્યા 1500 જેટલી જ રાખવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ખર્ચની સીમા પણ વધારવામાં આવી છે. જેમાં મોટાં રાજ્યોમાં ઉમેદવાર રૂ. 40 લાખ સુધીનો ખર્ચ કરી શકશે.
    રાજકીય પક્ષો માટેની ગાઇડલાઇન્સ અંગે ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દરેક કાર્યક્રમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. દરેક પક્ષે તેમના ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ જાહેર કરવો પડશે. ઉમેદવારોએ પણ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓની જાણ કરવી પડશે. ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં દરેક ઉમેદવાર રૂ. 40 લાખ સુધીનો ખર્ચ કરી શકશે, તેમજ મણિપુર-ગોવામાં આ ખર્ચ સીમા 28 લાખની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply