ઉત્તર પ્રદેશના લખનઉમાં ચાલી રહેલ દૂરદર્શનના "ડીડી કોન્ક્લેવ" નો આજે બીજો દિવસ
Live TV
-
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ચાલી રહેલા દૂરદર્શનના બે દિવસીય "ડીડી કોન્ક્લેવ" નો આજે બીજો દિવસ છે. ત્યારે આજે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ તમામ રાજકીય પક્ષોના નેતાઓને એક મંચ પર લાવવાનો છે. ડીડી કોન્ક્લેવમાં આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ ઉપસ્થિત રહેશે.
આજે વિકાસ વિરુદ્ધ જાતિવાદ અને "નાના દળ-મોટી ભૂમિકા" જેવા વિષય પર પેનલ ચર્ચા થશે. ડીડી કોન્ક્લેવના પ્રથમ સત્ર "ડબલ એન્જિન કા તંત્ર - ક્યા યહી હે જીત કા મંત્ર" માં કેન્દ્રિય મંત્રી અને ઉત્તરપ્રદેશમાં ભાજપના સહપ્રભારી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યુ હતુ કે, ગત પાંચ વર્ષમાં ઉત્તરપ્રદેશ કેટલું બદલાઈ ગયું છે. તેમણે જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકારનો મૂળમંત્ર છે "સોચ ઈમાનદાર, કામ દમદાર". યોગી સરકારે કેવી રીતે સારું કામ કર્યું છે, તેની પાછલી સરકારો સાથે તુલના કરવામાં આવે, તો તેનો તફાવત લોકોને સ્પષ્ટ દેખાય છે.
