Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17મી ભારતીય સહકારી કોંગ્રેસનું કર્યું ઉદ્ઘાટન

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ દ્વારા આયોજીત ભારતીય સહકારી કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે પ્રધાનમંત્રી મોદીએ આજે નવી દિલ્હીમાં 17મી ભારતીય સહકારી કોંગ્રેસ (ICC)નું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે અને કૃષિના દરેક ક્ષેત્રને વિકસિત અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયત્નશીલ છે. કેન્દ્ર સરકાર દર વર્ષે કૃષિ અને ખેડૂતોના કલ્યાણ પર છ લાખ 50 હજાર કરોડ રૂપિયા ખર્ચે છે. અને નાના અને મધ્યમ ખેડૂતોને સરકારી યોજનાઓથી ઘણો ફાયદો થયો છે. તથા ભાજપ સરકારમાં ખેડૂતોને વિવિધ યોજનાઓ દ્વારા વાર્ષિક 50 હજાર મળવાની ખાતરી આપવામાં આવે છે. 

    ખેડૂતોના કલ્યાણ માટે લેવામાં આવેલી વિવિધ પહેલો વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કરોડો નાના ખેડૂતોને PM-KISAN યોજનાનો લાભ મળી રહ્યો છે.  યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં બે લાખ 50 હજાર કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. યુપીએ શાસન દરમિયાન પાંચ વર્ષમાં કૃષિ પર ખર્ચવામાં આવેલા 90 હજાર કરોડ રૂપિયાની સરખામણીએ સરકારે પીએમ કિસાન યોજના પર ત્રણ ગણો વધુ ખર્ચ કર્યો છે. ખેડૂતોને પ્રતિ બેગ 270 રૂપિયામાં યુરિયા મળી રહ્યો છે, જે બાંગ્લાદેશ, પાકિસ્તાન, ચીન અને યુએસએના ખેડૂતો દ્વારા કરવામાં આવતા ખર્ચની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઓછો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે છેલ્લા નવ વર્ષમાં ખાતર સબસિડી પર 10 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે અને અનાજ માટે લઘુત્તમ ટેકાના ભાવ તરીકે 15 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. સરકારે યુરિયા સબસિડી માટે ત્રણ લાખ 70 હજાર કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત કરી છે.

    પીએમ પ્રણામ યોજનાના ગુણો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દેશમાં જૈવિક અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે સહકારી ક્ષેત્રને આગળ આવવા અનુરોધ કર્યો હતો અને જમીનનું આરોગ્ય સારું અને રસાયણ મુક્ત બનાવવાની દિશામાં કામ કરો. તેમણે સહકારી ક્ષેત્રને સૂક્ષ્મ સિંચાઈને પ્રોત્સાહિત કરવા, અનાજના સંગ્રહની સુવિધાઓ બનાવવા, ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અને ડિજિટલ ઈકોસિસ્ટમ બનાવવા માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું.

    આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પ્રસંગમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ એક અલગ સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ મંત્રાલયની રચના સાથે સહકારી ક્ષેત્રમાં ઘણા ફેરફારો શક્ય બન્યા છે. નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયા (NCUI) અમૃત કાલ: વાઈબ્રન્ટ ઈન્ડિયા માટે સહકાર દ્વારા સમૃદ્ધિની થીમ સાથે બે દિવસીય ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે. 

    સહકાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, મીટિંગનો ઉદ્દેશ સહકારી ચળવળમાં વિવિધ વલણો પર ચર્ચા કરવાનો છે, સફળ સહકારી સંસ્થાઓ દ્વારા અપનાવવામાં આવી રહેલી શ્રેષ્ઠ પદ્ધતિઓનું પ્રદર્શન કરવું અને સહકારી વિશ્વ દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારો પર વિચાર-વિમર્શ કરવાનો છે. આ ઇવેન્ટમાં ત્રણ હજાર 600 થી વધુ હિતધારકોની ભાગીદારી જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply