Skip to main content
Settings Settings for Dark

દેશમાં સંસદનું ચોમાસુ સત્ર 20મી જુલાઈથી થશે શરૂ

Live TV

X
  • સંસદનું ચોમાસુ સત્ર આ મહિનાની 20મી તારીખે શરૂ થવા જઈ રહ્યું છે. જે આવતા મહિનાની 11મી તારીખ સુધી ચાલશે. એક ટ્વિટમાં, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ પણ તમામ રાજકીય પક્ષોને સત્ર દરમિયાન કાયદાકીય બાબતો અને અન્ય મહત્વપૂર્ણ બાબતો પર ઉત્પાદક ચર્ચાઓમાં સક્રિયપણે ભાગ લેવાનું આહ્વાન કર્યું હતું.

    કેન્દ્રીય કાર્યમંત્રીએ વધુમાં લખ્યું હતું કે, આ 23 દિવસના સત્રમાં કુલ 17 બેઠકો થશે. હું તમામ પક્ષોને સત્ર દરમિયાન સંસદના કાયદાકીય અને અન્ય કાર્યોમાં રચનાત્મક યોગદાન આપવા અપીલ કરું છું. આ ચોમાસુ સત્ર નવા સંસદભવનમાં ચાલશે જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 તારીખે કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply