Skip to main content
Settings Settings for Dark

PM એ કેન્દ્ર સહકારી સમિતિઓ માટે વિકસિત કરાયેલા પ્રથમ ઇ-કોમર્સ પોર્ટલ "NCUI હાટ" કર્યું લોન્ચ

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ દ્વારા આયોજીત ભારતીય સહકારી કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું.

    આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ દ્વારા આયોજીત ભારતીય સહકારી કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સહકારીતા ક્ષેત્રે ભારતે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસીલ કરી છે. સહકારી સમિતીઓની ક્ષમતા વધારવા દેશમાં ટેક્સના દરોમાં પણ ઘટાડો કરવામાં આવ્યા છે. આજે, ભારતના 'શ્રી-અન્ન' અનાજની ઓળખ આખી દુનિયામાં પથરાઈ ગઈ છે. તો, કેન્દ્રીય મંત્રી અમિત શાહે સભાને સંબોધતા દેશના તમામ ખેડૂતોને પ્રધાનમંત્રી મોદી સરકારના 9 વર્ષના શાસન કાળમાં થયેલ સહકારી ક્ષેત્રની દરેક સિદ્ધીઓ ગણાવી હતી. આ સંમેલનનો ઉદ્દેશ સહકારી આંદોલનના વિવિધ વલણો પર ચર્ચા કરવાનો, સર્વોત્તમ પ્રથાઓને આગળ લાવવા, પડકારો પર ચર્ચા કરવાનો અને ભારતના સહકારી આંદોલનના વિકાસ માટે ભવિષ્યની નીતિ તૈયાર કરવાનો હતો.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply