પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના શહડોલમાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશનનો કરશે પ્રારંભ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના શહડોલમાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશનનો કરશે પ્રારંભ. પ્રધાનમંત્રી શહડોલ જિલ્લાના પકરિયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે જશે. તેઓ શહડોલમાં રાષ્ટ્રીય સિકલ સેલ અનિમિયા ઉન્મૂલન મિશનનો પ્રારંભ કરશે. તેઓ લાભાર્થીઓને સિકલ સેલ જેનેટિક સ્ટેટસ કાર્ડનું પણ વિતરણ કરશે. સિકલ સેલ અનિમિયા ઉન્મૂલન અભિયાન અંતર્ગત દેશના 17 રાજ્યોના સાત કરોડથી વધુ જનજાતીય લોકોની તપાસ કરાશે. 40 વર્ષથી ઓછી વયના લોકોની સિકલ સેલ અનિમિયાની તપાસ કરાશે. આ મિશન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડીસા, તમિલનાડુ, તેલંગાણા,આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામ, ઉત્તરપ્રદેશ, કેરળ, બિહાર, અને ઉતરાખંડના, 278 જિલ્લામાં લાગુ કરાશે. પ્રધાનમંત્રી શહડોલ જિલ્લાના પકરિયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી રાજ્યમાં 3.57 કરોડથી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ અભિયાનની શરૂઆત કરશે.
