Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર: બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઇવે પર અકસ્માત, 25ના મોત 2 ઘાયલ

Live TV

X
  • મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી પસાર થતા સમૃદ્ધિ હાઈવે પર સિંદખેડારાજા પાસે એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગતા અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં 25 મુસાફરોના મોત અને 2 મુસાફરોને ઘાયલ થયા છે.

    મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી પસાર થતા સમૃદ્ધિ હાઈવે પર સિંદખેડારાજા પાસે એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગતા અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં 25 મુસાફરોના મોત અને 2 મુસાફરોને ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે સંભાજીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નાગપુરથી એક લક્ઝરી બસ મુસાફરોને લઈને પૂણે જઈ રહી હતી ત્યારે બુલઢાણા જિલ્લાના સમૃદ્ધિ હાઈવે પર સિદખેડારાજા નજીક લક્ઝરી બસમાં આગ લાગી.

    મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા પાસે સમૃદ્ધિ હાઈવે પર ખાનગી બસના ભયાનક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. આ ઘટનામાં મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના આપતાં મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોને સરકારી ખર્ચે તાત્કાલિક તબીબી સારવાર આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ હાઈવે પર તૈનાત ઈમરજન્સી મેડિકલ સર્વિસની ટીમ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલ મુસાફરોને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply