પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CIIના વાર્ષિક સત્રને કર્યુ સંબોધન
Live TV
-
ભારતને ઝડપી વિકાસના માર્ગ પર પાછા લાવવા માટે આત્મનિર્ભર ભારત નિર્માણ માટે પાંચ બાબતો ખૂબ મહત્વની છે. આ પાંચ વસ્તુઓ છે - હેતુ, સમાવેશ, રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા - પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના વાર્ષિક સત્રને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં તેમણે ભારતીય ઉદ્યોગ સાથે દેશને આર્થિક વિકાસના માર્ગ પર લાવવાનો મંત્ર શેર કર્યો.પ્રધાનમંત્રીએ કહ્યું, ‘મને વિશ્વાસ છે કે આપણે આપણો ગ્રોથ હાંસલ કરીશું. મારા વિશ્વાસની પાછળ ઘણા કારણો છે. મને ભારતની ક્ષમતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર વિશ્વાસ છે. અહીંની પ્રતિભા, તકનીક અને રિસર્ચ પર વિશ્વાસ છે. એસએમઇ અને આંત્રપ્રિન્યોર પર ભરોસો છે. ઉદ્યોગ જગત અને તેમના લીડર્સ પર વિશ્વાસ છે. મોદીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને સ્થિર અને વેગ પૂરો પાડવો જરૂરી છે. સરકાર આ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે અને નવી આશાનો સંચાર કર્યો છે. કોરોનાની કટોકટીમાં જ્યારે એક દેશ માટે બીજાને મદદ કરવી મુશ્કેલી થતી હતી. દરેક વ્યક્તિ પોતાને સંભાળવામાં વ્યસ્ત હતી. આવા સંકટ સમયે ભારતે 150થી વધુ દેશોને મેડિકલ સપ્લાય મોકલીને તેમના માટે માનવીય મદદનું કામ કર્યું છે. વિશ્વ એક વિશ્વસનીય ભાગીદાર તરફ જોઈ રહ્યું છે. ભારતમાં એ બધું જ છે. આખા વિશ્વમાં ભારતના પ્રત્યે જે વિશ્વાસ વધ્યો છે તેનો પૂરો લાભ સીઆઈઆઈ જેવા સંગઠનોએ અને ઉદ્યોગજગતે લેવો જોઈએ. તમે એક ડગલું આગળ વધશો સરકાર 4 પગલા સાથે આગળ વધશે. વડા પ્રધાન તરીકે હું ખાતરી આપી રહ્યો છું કે હું તમારી સાથે હું ઉભો છું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે વધુ શક્તિશાળી બનીને દુનિયાને પ્રભાવિત કરીશું. એક આત્મનિર્ભર ભારત વિશ્વના અર્થતંત્રની સાથે આગળ વધશે. આત્મનિર્ભરતાનો અર્થ એ પણ નથી કે આપણે વ્યૂહાત્મક ક્ષેત્રોમાં કોઈપર નિર્ભર રહીએ. કોરોના પછી સીઆઈઆઈ એ નવી ભૂમિકામાં આવવું પડશે. તમારે સ્થાનિક ચેમ્પિયન બનીને સામે આવવું પડશે. વધુ વિકાસને ટેકો આપવાનો છે. આપણા બજારને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવામાં સહાય કરવાની છે. એવી પ્રોડક્ટ બનાવો જે મેડ ઇન્ડિયા હોય અને મેડ ફોર ધ વર્લ્ડ હોય. આપણે તમામ સેક્ટરમાં ક્ષમતા વધારવા માટે આપણા લક્ષ્યો નક્કી કરવા પડશે. આજે હું આ સંદેશ ઉદ્યોગજગતને આપવા માંગુ છું અને દેશ પણ તમારી પાસે આવી જ અપેક્ષા રાખે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ફાર્મ, ફાર્મા, ફિશરીઝ, ફુટવેર એરિયા જેવા અસંખ્ય ક્ષેત્રોના દરવાજા તમારા માટે ખુલ્લા છે. અમારી સરકાર ખાનગી ક્ષેત્રને વિકાસનો ભાગીદાર માને છે. હું આપ સૌને વિનંતી કરું છું કે તમે દરેક સેકટરનો ડિટેલ અભ્યાસ કરીને આવો. આપણે સાથે મળીને આત્મનિર્ભર ભારત બનાવીશું. આ સંકલ્પને પૂર્ણ કરવા માટે તમારી સંપૂર્ણ તાકાત લગાડો. સરકાર તમારી સાથે ઉભી છે. જો તમે સફળ થશો, તો દેશ નવી ઉંચાઈએ પહોંચશે. આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે.PMએ કહ્યું કે એનર્જા સેકટરમાં દરેક તક તમારી રાહ જોઇ રહ્યું છે. એમએસએમઇ ક્ષેત્રના લાખો એકમો આપણા દેશ માટે આર્થિક એન્જિન જેવા છે. તેઓ દેશના જીડીપીમાં ઘણું યોગદાન આપે છે. તે લગભગ 30 ટકા છે. એમએસએમઇની વ્યાખ્યા સ્પષ્ટ
કરવા માટેની માંગ લાંબા સમયથી ઉદ્યોગમાં છે. તે માંગ હવે પૂરી થઈ છે. આ એમએસએમઇને કોઈ ચિંતા કર્યા વિના વ્યવસાય કરવામાં સક્ષમ બનાવશે અને તેઓએ પોતાનું સ્ટેટસ જાળવવા માટે અન્ય કામો કરવાની જરૂર પડશે નહીં.
