Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે રૂ.2033 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

Live TV

X
  • ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર વડાપ્રધાન કરશે ઉતરાણ રેસકોર્સમાં જનમેદનીને સંબોધશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 27મી જુલાઈએ રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને સૌરાષ્ટ્રવાસીઓને હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌની યોજનાની લિન્ક-3ના પેકેજ 8 તથા 9 સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. તેમજ રૂપિયા 129.53 કરોડના ખર્ચે કે. કે. વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ઈ-લોકાર્પણ કરશે. આ ઉપરાંત રૂ. 41.71 કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની 1219 ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ-1માં રૈયાધારમાં રૂ.29.73 કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ-18માં કોઠારિયામાં 15 એમ. એલ. ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ-6માં ગોવિંદ બાગ પાસે રૂ.8.39 કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું તેઓ રિમોટથી લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે. 

    આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનતાને સંબોધિત કરશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જનતાને સંબોધિત કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન રાજ્યમંત્રી ડૉ. વી. કે. સિંહ પણ ઉપસ્થિત રહેશે. તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરિયા, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટના મેયર ડૉ. પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાંસદોમાં રમેશ ધડૂક, મોહન કુંડારિયા, રામ મોકરિયા ઉપસ્થિત રહેશે. ધારાસભ્યોમાં ઉદય કાનગડ, ડૉ. દર્શિતાબહેન શાહ, રમેશ ટીલાળા, ગીતાબા જાડેજા, જયેશ રાદડિયા, મહેન્દ્ર પાડલિયા, જીતુ સોમાણી, દુર્લભજી દેથરિયા, શામજી ચૌહાણ વગેરે ઉપસ્થિત રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply