પ્રધાનમંત્રીના હસ્તે રાજકોટમાં લોકાર્પિત થનારા વિકાસ પ્રકલ્પોની ઝાંખી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે રાજકોટમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે રાજકોટના ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા 1405 કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કરશે. તથા એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ કરશે. બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભામાં પધારશે. જ્યાં તેમના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ થશે.
‘સૌની’ યોજના લિન્ક-૩ ના પેકેજ-૮ તથા પેકેજ-૯નું કાર્ય રૂપિયા ૩૯૩.૬૭ કરોડના ખર્ચે સંપન્ન થયુ છે. આ બંને પેકેજના ઉદઘાટનથી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધુ સઘન બનશે. ઉપરાંત રાજકોટ જિલ્લાના 95 ગામના 98 હજારથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળશે. ‘સૌની’ યોજના લિન્ક-3 ના પેકેજ-8 ની કામગીરી રૂપિયા 264.96 કરોડના ખર્ચે સંપન્ન થયુ. પેકેજ-8 દ્વારા 42,380 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે. જેનાથી આશરે 10,568 ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકશે. ઉપરાંત 57 ગામોના 75 હજારથી વધુ લોકોની પીવાના તથા સિચાઈના પાણીની સુવિધામાં વધારો થશે. ‘સૌની’ યોજનાની લિન્ક-3ના પેકેજ-9ની કામગીરી રૂ.128.71 કરોડના ખર્ચે સંપન્ન થયુ. આ પેકેજ-9 કાર્યાન્વિત થતાં 38 ગામોના 23 હજારથી વધુ લોકોને ફાયદો થશે તથા 10,018 એકર જમીનને સિંચાઈની સુવિધાઓ મળતાં ધરતી હરિયાળી બનશે.
રાજકોટ મ.ન.પા.ના વિવિધ વિકાસ પ્રકલ્પોની ઝાંખી જોવા જઈએ તો સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજ કે. કે. વી. ચોક મલ્ટિલેવલ ફ્લાય ઓવરબ્રિજ એ રૂ.૧૨૯.૫૩ કરોડના ખર્ચે તૈયાર થયો છે. ન્યારી-1 ડેમથી રૈયાધારમાં નવા બનેલા ફિલ્ટર પ્લાન્ટ સુધી રો વોટર પહોંચાડવા માટે, રૂ. 41.71 કરોડના ખર્ચે તથા 1219 એમ. એમ. ડાયામીટરની પાઇપલાઈન નંખાઈ. રાજકોટના વેસ્ટ ઝોનના વોર્ડ નંબર-1માં, અમૃત-1 યોજના અંતર્ગત, રૈયાધાર ખાતે રૂ. 29.73 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ નંબર-18માં, અમૃત-1 યોજના અંતર્ગત, કોઠારિયામાં 15 એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂ.24.72 કરોડના ખર્ચે નિર્માણ, વોર્ડ નંબર-6માં ગોવિંદ બાગ પાસે રૂ.8.39 કરોડના ખર્ચે લાયબ્રેરીનું નિર્માણ કરાયુ છે.
