Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-કમ-કન્વેન્શન સેન્ટર સંકુલ રાષ્ટ્રને કર્યું સમર્પિત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને સંમેલન કેન્દ્ર સંકુલ - IECC રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ સંકુલ દેશમાં આંતરરાષ્ટ્રીય બેઠકો, પરિષદો અને પ્રદર્શનોનું આયોજન કરવા માટે વિશ્વ-સ્તરીય માળખાકીય સુવિધાઓના પ્રધાનમંત્રીના વિઝન પર નિર્માણ કરે છે. આ પ્રોજેક્ટ લગભગ બે હજાર સાતસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. 123 એકરમાં ફેલાયેલા આ સંકુલને દેશના સૌથી મોટા સભા, પ્રેરક, સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. ઇવેન્ટ્સ માટે ઉપલબ્ધ જગ્યાના સંદર્ભમાં આ સંકુલ વિશ્વના ટોચના પ્રદર્શન અને સંમેલન કેન્દ્રોમાંનું એક છે. તેમાં કન્વેન્શન સેન્ટર, એક્ઝિબિશન હોલ અને એમ્ફીથિયેટર સહિત અનેક અત્યાધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

    આ સંમેલન કેન્દ્રને પ્રગતિ મેદાન સંકુલના કેન્દ્રબિંદુ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ સંકુલમાં બહુહેતુક હોલ અને પ્લેનરી હોલની સંયુક્ત ક્ષમતા 7,000 લોકોની છે, જે ઓસ્ટ્રેલિયાના સિડની ઓપેરા હાઉસ કરતાં વધુ છે. તેના ભવ્ય એમ્ફીથિયેટરમાં 3 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply