Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઈજિપ્તની રાજધાની કેરોમાં ભવ્ય સ્વાગત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની તેમની સત્તાવાર રાજકીય યાત્રા બાદ શનિવારે ઈજિપ્તની રાજધાની કેરો પહોંચ્યા છે. અહિં. ઈજિપ્તના પ્રધાનમંત્રી મુસ્તફા મેડબૌલીએ તેમનું સ્વાગત કર્યું હતું. તેની સાથે કેરોની રિટ્જ કાર્લટન હોટલ ખાતે ભારતીય સમુદાયના લોકોએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અહિં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો પ્રધાનમંત્રીની રાહ જોઈ રહ્યા હતાં. જ્યારે પીએમ મોદી અહિં આવ્યા ત્યારે વંદે માતરમ અને મોદી-મોદીના નારા સાંભળવા લાગ્યા હતાં. પીએમ મોદી ઈજિપ્ત પ્રવાસ સમયે કેરોની રિટ્જ કાર્લટન હોટેલમાં રોકાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સિસીના આમંત્રણને માન આપીને બે દિવસની રાજકીય યાત્રા પર ઈજિપ્ત પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, 26 વર્ષમાં કોઈપણ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. 
    મોદીએ તેમના ઇજિપ્તના સમકક્ષ મુસ્તફા મેડબૌલી અને ટોચના કેબિનેટ મંત્રીઓ સાથે વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરીને ઇજિપ્તની તેમની પ્રથમ સરકારી મુલાકાતની શરૂઆત કરી હતી. મેડબૌલીના નેતૃત્વમાં ઇજિપ્તની કેબિનેટના સાત સભ્યો મોદી સાથેની બેઠકમાં હાજર હતા. આ પ્રથમ સત્તાવાર જોડાણ ભારત સાથેના સંબંધોને વધુ વધારવા માટે માર્ચમાં રાષ્ટ્રપતિ અલ-સીસી દ્વારા રચવામાં આવેલ ઉચ્ચ-સ્તરીય મંત્રીઓના જૂથ, ઈન્ડિયા યુનિટ સાથેની બેઠક હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply