Skip to main content
Settings Settings for Dark

આજના દિવસે વર્ષ 1975માં ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી જાહેર કરી હતી

Live TV

X
  • આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્ષ 1975માં તત્કાલિનન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગુ કરી હતી, આથી 25 જૂનને આઝાદ ભારતનો ‘બ્લેક ડે’ કહેવાય છે. તે સમયે  21 મહિના સુધી કટોકટી લાગુ નાગરિક અધિકારો અને પ્રેસ-મીડિયા પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. 25 જૂનને આઝાર ભારતનો ‘બ્લેક ડે’ કહેવાય છે, કારણ કે આ દિવસ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગુ કરી હતી. 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધીના 21 મહિનાના સમયગાળા માટે ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે તત્કાલિન ભારતીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના આદેશ પર ભારતીય બંધારણની કલમ 352 હેઠળ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં તે સૌથી વિવાદાસ્પદ અને અલોકતાંત્રિક સમયગાળો હતો.
    કટોકટી દરમિયાન ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી હતી અને નાગરિક અધિકારો નાબૂદ કરવામાં આવ્યા હતા. ઈન્દિરા ગાંધીના રાજકીય વિરોધીઓને કેદ કરવામાં આવ્યા અને પ્રેસ-મીડિયા પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીના પુત્ર સંજય ગાંધીના નેતૃત્વમાં મોટા પાયે નસબંધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જયપ્રકાશ નારાયણે તેને ‘ભારતીય ઈતિહાસનો સૌથી કાળો સમયગાળો’ ગણાવ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply