Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું 'મન કી બાત' કાર્યક્રમ અંતર્ગત દેશવાસીઓને સંબોધન

Live TV

X
  • મન કી બાત માસિક કાર્યક્રમના 66માં સંસ્કરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના મહામારીની સ્થિતિ, ભૂકંપ, પૂરની સ્થિતિ સહિત વાવાઝોડુ જેવી કુદરતી આપત્તીઓનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ એ પણ કહ્યું કે, ભારતનો ઈતિહાસ જ, આફતો અને પડકારો પર જીત હાંસલ કરીને , વધુ મજબુત થઈને બહાર આવવાનો રહ્યો છે.

    દેશના એક મોટા ભાગમાં ચોમાસું પહોંચી ગયું છે. આ વખતે હવામાન વૈજ્ઞાનિક પણ ચોમાસા અંગે ઉત્સાહિત છે. સારો વરસાદ થશે તો પ્રકૃતિ પ્રફુલ્લિત થશે, ખેડૂતો પણ ખુશ થઈ જશે. આનાથી પ્રકૃતિ રીફિલિંગ કરે છે. આમાં આપણો થોડો પ્રયાસ પણ ઘણો મદદગાર હશે. કર્ણાટકના કામેગૌડાએ ઘણું અસાધારણ કામ કર્યું છે તે પોતાના જાનવર ચરાવે છે અને આસપાસ નાના નાના તળાવ બનાવવામાં લાગ્યા છે. અત્યાર સુધી તે 16 તળાવ પોતાની મહેનતથી ખોદી ચુક્યા છે. બની શકે છે કે આ તળાવ નાના હોય પણ તેમનો પ્રયાસ મોટો છે.

    સંકટ આવતા રહ્યા પણ તમામ મુશ્કેલીઓને દૂર કરીને નવી રચના કરી. નવા સાહિત્ય રચ્યા. આપણો દેશ આગળ વધતો રહ્યો. ભારતે સંકટને સફળતાની સીડીમાં પરિવર્તિત કર્યં છે. તમે પણ આ જ વિચારથી આગળ વધશો. તમે આ જ સંકલ્પ સાથે આગળ વધશો તો આ વર્ષ કીર્તિમાન સ્થાપિત કરશે. મને દેશની જનતા પર પુરેપુરો વિશ્વાસ છે.

    હાલ થોડા દિવસ પહેલા દેશના પૂર્વ ભાગમાં અમ્ફાન નામનું તોફાન આવ્યું, તો પશ્વિમમાં સાઈક્લોન નિર્સગ આવ્યું, કેટલાક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઈ બહેનો તીડના હુમલાથી હેરાન થઈ રહ્યા છે, તો દેશના ઘણા ભાગોમાં નાના નાના ભૂંકપના આચંકા અટકવાનુ નામ નથી લઈ રહ્યા

    ભારતે જે પ્રકારે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી, તેને આજે શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધારે મજબૂત કરી છે.દુનિયાએ ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને પણ અનુભવી છે. આપણી સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવા માટે ભારતની શક્તિને પણ જોઈ.આ જ વર્ષે દેશ નવા લક્ષ્ય પ્રાપ્ત કરશે, નવી ઊંચાઈ પર જશે, મને પુરે પુરો વિશ્વાસ છે, 130 કરોડ દેશવાસીઓની શક્તિ પર મને વિશ્વાસ છે, આપ સૌની પર. આ જ દેશની મહાન પરંપરા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply