પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વારાણસીમાં ભવ્ય રોડ શો યોજાયો, 6 કિ.મી લાંબા રોડ શોમાં જનમેદની ઉમટી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 14 મેના રોજ વારાણસી લોકસભા સીટ પર ઉમેદવારી પત્ર ભરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નામાંકન ભરવાના એક દિવસ અગાઉ વારાણસીમા 6 કિ.મી લાંબો રોડ શો યોજયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વારાણસીના BHU સિંહદ્વારથી વિશ્વનાથ ધામ સુધી રોડ શો યોજાયો. 6 કિમી લાંબા રોડ શોમાં મોટી સંખ્યમાં લોકો ઉમટી પડ્યા હતા. રોડ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.
બિહાર અને ઝારખંડની ચૂંટણી રેલીઓને સંબોધિત કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી વારાણસી પહોચ્યા હતા. હેલિકોપ્ટર દ્વારા BHU હેલિપેડ પહોંચ્યા બાદ તેઓએ ખુલ્લા વાહનમાં લંકાના સિંહદ્વાર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પંડિત મદન મોહન માલવીયની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શોની શરૂઆત કરી હતી. વિશ્વનાથ ધામ સુધી લગભગ છ કિલોમીટરનો રોડ શો યોજવામાં આવ્યો.
રોડ શો માટે ભાજપ દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. સમગ્ર રૂટને ફૂલોથી શણગારવામાં આવ્યું હતુ. એટલું જ નહીં સમગ્ર રૂટમાં રોડ શોમાં ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી. રોડ શોમાં પાંચ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો. જેઓ એકસાથે પ્રધામંત્રીની રોડ શોમાં ચાલી હતી.
રોડ શોના અંતે વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ પ્રધાનમંત્રી બરેકા ગેસ્ટ હાઉસ જવા રવાના થશે. જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે એટલે કે 14 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરશે.
