પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે
Live TV
-
ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પ્રધાનમંત્રી આજે વારાણસી બેઠક પરથી ત્રીજી વાર ઉમેદવારી પત્ર ભરશે.
ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પ્રધાનમંત્રી આજે વારાણસી બેઠક પરથી ત્રીજી વાર ઉમેદવારી પત્ર ભરશે. 10 વાગે તેઓ કાશીના કોટવાલ કાલ ભૈરવની પૂજા કરીને ઉમેદવારી પત્ર ભરવા જશે. નરેન્દ્ર મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ એનડીએના ઘટક દળોના અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહ તેમજ રાજનાથ સિંહ પણ ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉપસ્થિત રહેશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેઓ 9 વાગ્યે કાશીના દશમેશ ઘાટ ઉપર પૂજા કરે તેવી પણ શકયતા છે.
ઉલ્લેખનીય છે કે, વારાણસી લોકસભા સીટ પર ચૂંટણીના અંતિમ એટલે કે, 7મા તબક્કામાં 1 જૂનના રોજ મતદાન થનાર છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરીને પુરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે.
