લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સરેરાશ 62.84 ટકા મતદાન થયું, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ
Live TV
-
ચોથા તબક્કાના મતદાનમાં 9 રાજય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 96 બેઠક માટે મતદાન થયું હતું.
ચોથા તબક્કાના મતદાનમાં 9 રાજય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 96 બેઠક માટે મતદાન થયું હતું. ચોથા તબક્કામાં કુલ 1,717 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ચોથા તબક્કામાં સરેરાશ મતદાન 62.84 ટકા નોંધાયું છે. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 75.94 ટકા નોંધાયું હતું. તો સૌથી ઓછું મતદાન જમ્મુ કાશ્મીરમાં 36.58 ટકા નોંધાયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં 52.63 ટકા મતદાન નોંધાયું હતું. તો આંધ્ર પ્રદેશમાં 68.12, બિહારમાં 55.90, ઝારખંડમાં 63.37, મધ્ય પ્રદેશમાં 68.53 ટકા મતદાન નોંધાયું છે. તો ઓડિશામાં 63.85 ટકા અને તેલંગાણામાં 61.35, ઉત્તર પ્રદેશમાં 57.88 ટકા મતદાન નોંધાયું છે.
