પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડમાં હલ્દ્વાનીના પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડમાં હલ્દ્વાની જશે. તેઓ 17,500 કરોડ રૂપિયાના ખર્ચની 23 પરિયોજનાઓનું ઉદ્દઘાટન શિલાન્યાસ કરશે. આ પરીયોજનાઓ સિંચાઇ, સડક, આવાસ, આરોગ્ય સંબંધિત, ઉદ્યોગ, સ્વચ્છતા, પેયજળ આપુર્તિ સહિતના વ્યાપક ક્ષેત્રો સાથે જોડાયેલી છે. માર્ગો પહોળા કરવા, પિથોરાગઢમાં હાઇડ્રોપાવર અને પરીયોજના નૈનીતાલમાં સીવરેજ નેટવર્કને સુધારવાના પ્રોજેકટ સહિત 6 પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરશે. જે અંદાજે 3,400 કરોડ રૂપિયાથી વધુ કિંમતની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદાજે 5,750 કરોડ રુપિયાના ખર્ચે બાંધવામાં આવનાર લખવાર બહુહેતુક પરીયોજનાની આધારશીલા મુકશે. આ પરીયોજના 1976 માં શરૂ થયેલી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિલંબિત રહી હતી. આ ઉપરાંત વિવિધ ગ્રામીણ માર્ગ પરીયોજનાઓનો પણ પ્રધાનમંત્રી શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉધધમસિંહ નગર જીલ્લામાં એમ્સ, ઋષિકેશ ઉપગ્રહ કેન્દ્ર અને પિથોરાગઢમાં જગજીવનરામ સરકારી મેડીકલ કોલેજનો પણ શિલાન્યાસ કરશે.
