પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણા અને રાજસ્થાનમાં કરશે વિકાસ કાર્યોનું લોકાર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાતે રહેશે. તેઓ બંને રાજ્યોને રૂપિયા 30 હજાર કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાતે રહેશે. તેઓ બંને રાજ્યોને રૂપિયા 30 હજાર કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે. પ્રધાનમંત્રી તેલંગાણામાં રૂપિયા 6100 કરોડની પરિયોજનાની આધારશિલા મુકશે. તેમાં પાંચ હજાર 550 કરોડના ખર્ચે તૈયાર થનારી 176 કિ.મી. લાંબી રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી રેલવે વિનિર્માણ એકમ કાઝિપેડની આધારશિલા પણ મુકશે. રૂપિયા 500 કરોડના ખર્ચે ઉભા થનારા આ એકમની મદદથી વેગન નિર્માણ ક્ષમતામાં વધારો થશે.
રાજસ્થાન પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિકાનેરમાં 24 હજાર 300 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમાં સીક્સ લેન અમૃતસર - જામનગર ગ્રીન ફીલ્ડ એસ્કપ્રેસ વેના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનમાં આ એક્સપ્રેસ વે 500 કિ.મી.ની લંબાઇ ધરાવે છે. તે ઉપરાંત પ્રધાનમંત્રી 10 હજાર 950 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા હરિત ઉર્જા કોરિડોરનું પણ લોકાર્પણ કરશે. તેઓ બિકાનેરમાં 30 પથારી ધરાવતી હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી બિકાનેર રેલવે સ્ટેશન પુનઃનિર્માણ યોજનાની આધારશિલા પણ મુકશે. રૂપિયા સાડા ચારસો કરોડના ખર્ચે આ રેલવે સ્ટેશન વિકસાવવામાં આવશે. તેઓ રતનગઢ- ચુરૂ રેલ ડબલલાઇનની આધારશિલા પણ મુકશે.
