Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમૃતસર - જામનગર ગ્રીન ફીલ્ડ એસ્કપ્રેસ વેનું કરશે લોકાર્પણ

Live TV

X
  • આજે પ્રધાનમંત્રી રાજસ્થાનની મુલાકાત લેશે જ્યાં તેઓ અમૃતસર - જામનગર ગ્રીન ફીલ્ડ એસ્કપ્રેસ વેનું લોકાર્પણ કરશે.

    રાજસ્થાન પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  બિકાનેરમાં 24 હજાર 300 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમાં સીક્સ લેન અમૃતસર - જામનગર ગ્રીન ફીલ્ડ એસ્કપ્રેસ વેના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનમાં આ એક્સપ્રેસ વે 500 કિ.મી.ની લંબાઇ ધરાવે છે. તે ઉપરાંત પ્રધાનમંત્રી 10 હજાર 950 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા હરિત ઉર્જા કોરિડોરનું પણ લોકાર્પણ કરશે. તેઓ બિકાનેરમાં 30 પથારી ધરાવતી  હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી બિકાનેર રેલવે સ્ટેશન પુનઃનિર્માણ યોજનાની આધારશિલા પણ મુકશે. રૂપિયા સાડા ચારસો કરોડના ખર્ચે આ રેલવે સ્ટેશન વિકસાવવામાં આવશે. તેઓ રતનગઢ- ચુરૂ રેલ ડબલલાઇનની  આધારશિલા પણ મુકશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply